લાગણીની ચોટ... ભાગ:- ૩

(31)
  • 3.4k
  • 2
  • 1.2k

@@@  લાગણીની ચોટ... ભાગ :- ૩ એ અજાણ્યો વ્યક્તિ બોલ્યો  "મા, તમારી મારી પ્રત્યેની લાગણીએ મારા સંકલ્પને જમીનદોસ્ત કરી નાખ્યો. મારા ગામ માંથી નીકળી ગયા પછી મેં નક્કી કર્યું હતું કે મારો શ્રાપિત ભૂતકાળ હું છેલ્લા શ્વાસ સુધી કોઈને નહિ જણાવું. પણ આજ હું એ મારી પ્રતિજ્ઞા તોડુ છું અને સંભળાવું છું વિધાતા એ મારેલી મારા જીવન પરની ઠોકર ની દાસ્તાન... જીવી ડોશીની તાલાવેલી વધતી જતી હતી. એ કોઈ સ્વાર્થ વશ નહિ પણ એ દુઃખી વ્યક્તિના દુઃખને જાણવા આતુર હતા. એ વ્યક્તિએ પોતાનો ભૂતકાળ ખોલ્યો કે જેને એ ભૂલવા માંગતો હતો. એ બોલ્યો...મારું નામ અવિનાશ. મારું ગામ હમીરપુરા. અમારો પણ એક