(10) સ્થિતપ્રજ્ઞ “ગીતા માં સ્થિતપ્રજ્ઞ પુરુષ નું ખૂબ સુંદર વર્ણન છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ માં પણ આવેગ ને નાથવો. આવેશ માં લીધેલા નિર્ણય હંમેશાં થોડો ઘણો પસ્તાવો લાવેછે. અને ક્યારેય જીવમાત્ર ને હાનિ પહોચે તેવા પગલા થી તો દૂર જ રહેવું ...... આત્મહત્યા તો કાયર નું કામ છે......” તાળીઓ નો વરસાદ ... અને પ્રોફેસર રમણ દવે ના વ્યાખ્યાન બાદ તેમની સાથે ફોટોગ્રાફ લેવા પડાપડી “જેમ મહાભારત માં શ્રીકૃષ્ણ નો સખા શિષ્ય તેમની શિક્ષા –સલાહ થી પક્વ હોઈ અન્ય યોદ્ધાથી જુદો તરી આવેછે તેમ શિક્ષિત વ્યક્તિ અન્ય અક્ષિક્ષિત – અલ્પ શિક્ષિત લોકો કરતાં સ્વાભાવિક રીતે અલગ તરી આવે. માનસિક સામર્થ્ય