રેડલાઇટ બંગલો ૩૩

(447)
  • 12k
  • 12
  • 8.2k

અર્પિતાને થયું કે મા પોતે સ્વસ્થ હોવાના વહેમમાં છે. કઇ બીમારીએ તેનો ભરડો લીધો છે એ વાતથી અજાણ મા કેટલી નચિંત થઇને વાત કરી રહી છે. મારા કુંટુંબમાં સુખ લખાયું જ નથી. માને છોડીને પતિ વિદેશમાં જતો રહ્યો. ત્રણ બાળકોની પણ ચિંતા ના કરી. મા મહેનત કરીને બાળકોને ઊછેરી રહી છે. પોતાને શહેરની કોલેજમાં કેટલા ઉત્સાહથી એડમીશન અપાવ્યું હતું. તેને ખબર ન હતી કે તેની છોકરી સારું ભણવાને બદલે પુરુષોને શારિરીક સુખ આપવાનું કામ કરી રહી છે. હરેશકાકા માને મદદ કરતા હતા. અને તેમનો સહવાસ માને આનંદ આપી રહ્યો હતો ત્યારે તેમને અકસ્માત થયો. આટલું ઓછું હોય એમ ખેતરમાં આગ લાગી ગઇ. અને હવે માને આ ભયાનક રોગ લાગી ગયો. અસલામત જાતીય સંબંધનું જ આ પરિણામ છે એ માને કેવી રીતે સમજાવવું