બા તો બા જ હોય ને.....!

(53)
  • 2.8k
  • 4
  • 470

અંતે એ દિવસે બા ના બારમાની વિધિ પુરી થઈ ગઈ. બધા સગાઓ છુટા પડવા લાગ્યા અને ઘર શુનું થઈ ગયું. સાંજ પડી ત્યારે જ ભાન થયું કે બા નથી આજે તો હોટેલમાં જ જમવાનું છે. બારણું બંધ કરીને તાળું વાસી દઈ ચાવી ખિસ્સામાં સરકાવી દઇ હું ચાલ્યો. બહાર મારુ એ વર્ષોનું સાથીદાર સ્કૂટર ખડું હતું. ના નથી લેવું ચાલતો જ જાઉં સમય તો જાય થોડો..... હું ચાલતો ચાલતો માર્કેટ તરફ જવા લાગ્યો. સાંજના સમયે શાકભાજીની લારીઓવાળા બૂમ પડતા હતા.. "ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ...." અને કેટલીયે બા ની ઉંમરની ત્યાં શાકભાજી લેતી હતી. મને એક દ્રશ્ય નજરે થવા લાગ્યું.