મિત્રો આ વાર્તા ના બધા ભાગ માટે રાહ જોઈ અને તમારા આ વાર્તા બાબતે અભિપ્રાય આપ્યો તે બદલ હું તમારો આભાર માનું છું. આર્યરિધ્ધી ની વાર્તા આટલી સફળ રહેશે એ મેં વિચાર્યું પણ નહોતુ.પ્રસ્તુત ભાગ આ વાર્તા નો છેલ્લો ભાગ છે. આશા છે તમને આ ભાગ ગમશે.હવે રિધ્ધી ને અહીં હોસ્ટેલમાં રહેવા આવ્યે એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન કોલેજમાં લેવામાં આવેલી દરેક પરીક્ષા માં રિધ્ધી ટોપ ટેન માં આવી હતી. આ ઉપરાંત તેણે કોલેજ ની ઇતર પ્રવૃત્તિઓ માં પણ ભાગ લીધો હતો.આ એક વર્ષ માં તે કોલેજ ની સ્ટુડન્ટ કાઉન્સિલ ની લીડર બની