લાગણીની ચોટ... ભાગ:- ૧

(26)
  • 2.9k
  • 8
  • 1.1k

@@@  લાગણીની ચોટ... ભાગ :- ૧ એ ગામના પાદર માંથી પસાર થતી કાચી સડકના વળાંક આગળથી એક પગદંડી નીકળતી હતી. માત્ર એક વ્યક્તિજ ચાલી શકે એટલીજ એ પગદંડીની પહોળાઈ. આજુબાજુ અસંખ્ય ઝાડી ઝાખરા. દિવસે તો એ રસ્તા પર ચાલી શકાય પણ સૂરજ ઢળતા એ રસ્તા પર જવાનો કોઈ વિચાર પણ ન કરે. એમાંય જો ચોમાસાની ઋતુની વાત કરીએ તો તો થઈ રહ્યું. અન્ય ઋતુમાં મજબૂત લાગતી પગદંડી ચોમાસામાં કાદવ વળી લપસણી થઈ જાય એટલે એની પર ચાલવું જેવા તેવાનું કામ નઈ. આ પગદંડી જ્યાં સમાપ્ત થતી ત્યાં થી શરૂ થતું એક માટીનું બનાવેલું કાચું ઝૂંપડું. ઝૂંપડું એટલે એક કાચું ઘર જેને ગોબરનું