અનોખી ભેટ.....

(39)
  • 3.4k
  • 5
  • 698

નયન અમદાવાદની એક ગરીબ પોળમાં રહેતો હતો. બી.કોમ. કર્યા પછી ટેક્સ કન્સલ્ટન્ટ 'દવે એન્ડ એસોસીએટસ' માં નોકરી કરતો હતો. સવારે આંઠથી સાંજે સાત સુધી કોમ્પ્યુટરના કીબોર્ડ માઉસ ફેરવતો ત્યારે ત્રીસ દિવસે બાર હજાર રૂપિયા દેખતો. નયન વહેલી સવારે જાગ્યો હતો. એની દસ×દસની રૂમમાં અટેચડ બાથરૂમ તો હતું પણ પાણી નહોતું આવતું એટલે રસોડાના નળ નીચે ડોલ મૂકી ચકલી ઘુમાવી એ બ્રશ કરવા લાગ્યો. આજે તો એ ખુશ ખુશાલ મિજાજમા હતો. બ્રશ કરીને ગીત ગાતા ગાતા ચકલી ઘુમાવી ડોલ ઉઠાવી બાથરૂમમા ગયો. તૂટેલો દરવાજો અંદરથી બંધ નહોતો થતો એટલે લૂંગી પહેરીને જ નહાયો. મેરી મહેબૂબા તું હોતી તો નમ્બર સો મેં