"સમી સાંજ... દરિયા કિનારે.."આજે ફરી સૌનક દરિયા કિનારે એ જ જૂની જગ્યા પર આવી બેઠો,સામે અફાટ મહાસાગર એ જ ઊછળતા મોજાઓ દોડી દોડી તેના તરફ આવે છે ને પગ ને ભીનાં કરી એક આહલાદક આનંદ આપે છે.ફરક માત્ર એટલો છે આજે આ આનંદ લેવા એ એકલો જ છે.સૌનક વિચારવા લાગ્યો કેવો એ સમય હતો જ્યારે સૌનક અને તેના ત્રણ ખાસ લાગોટિયાઓ નિખિલ,હાર્દ, ઇમરાન સાથે આજ દરિયાના કિનારે અનેક રમતો નાગોલ,ગિલ્લી ડંડા, બેટ દડે, ફૂટબોલ,છુટપીટ,કબડ્ડી વિગેરે અનેક રમતો રમતાં, કિનારે બિછાયેલી રેતીના લીધે ક્યારેય પડવા વાગવાની પણ બીક ન રહેતી..બિન્દાસ કુદા કુદી કરી રેતીના પટને 'માં' ના ખોળા ને જેમ એક