રેડલાઇટ બંગલો ૩૨

(458)
  • 12.4k
  • 14
  • 8.3k

અરે! વિનયબાબુ! ક્યાં ખોવાઇ ગયા સુંદરતાની મૂરત સામે ઊભી છે અને તું કોઇ સપનામાં ખોવાયેલો લાગે છે. સપનામાં લગન તો કરી રહ્યો નથીને અર્પિતાએ વિનયને વિચારોમાંથી ઢંઢોળ્યો. હેં.. વિનય વિચારોમાંથી બહાર આવી ચોંકી ગયો. મારી સાથે લગ્નના સપના જોવામાં વાંધો નથી. પણ સુહાગરાત પહેલાં જ મનાવી લીધી છે એટલે અત્યારે કોઇ ઇચ્છા ના કરતો! અર્પિતાએ તેના ચહેરા પરની ગંભીરતા જોઇ કહ્યું. અર્પિતા, હું તારી મા વિશે વિચારતો હતો. હું તેમના પર નજર રાખું કે તેમના વિશે તપાસ કરું એ ભાવિ જમાઇ તરીકે સારું ના લાગે. એમાં ડરવાની કોઇ વાત નથી. આપણે માના સારા ભવિષ્ય માટે જ આ કરવાનું છે. એ બહુ ભોળી છે. જલદી કોઇની વાતમાં આવી જાય છે.... હું સમજ્યો નહીં... જો, આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવી જોઇએ... કહી અર્પિતા ઊભી થઇ...