મનોજકુમાર પાંડે , એક એવું વ્યક્તિત્વ જેના સાહસ , પરાક્રમ અને વીરતાના ઉદાહરણો તો સૈનિક સ્કૂલમાંપણ અપાવવા લાગ્યા હતા. તેનો પ્રથમ પરચો સર્વિસેસ સિલેકશન બોર્ડના પસંદગીકર્તાને થયો હતો. ૬ જુન ૧૯૯૭ , જે સમયે રાષ્ટ્રીય રક્ષા એકેડેમી ( N.D.A ) ના પસંદવાળા ફોર્મની કોલમમાં એ લખવાનું હોય છે કે તેઓ જીવનમાં શું બનવા કે મેળવવા માંગે છે. ત્યાં બધા લખી રહ્યા હતાં કે , કોઈને ચીફ ઓફ આર્મી સ્ટાફ બનવું છે, તો કોઈ લખી રહ્યું હતું કે તેમને વિદેશમાં પોસ્ટીંગ જોઈએ છે, વગેરે... વગેરે... એ ફોર્મ પર ભારત દેશના આ બહાદુર દીકરાએ બહુ જ ગર્વથી એ ફોર્મ પર સુવર્ણ અક્ષ્રરોથી લખ્યું હતું કે, “હું માત્રને માત્ર પરમવીર ચક્ર મેળવવા ઈચ્છું છું.”