ચાલો આજે એક રણમેદાનની સફર કરતા આવીએ , જેમાં કેટલીય ગાથાઓ અપાર શૂરવીરતા , પરાક્રમ તથા કર્તવ્યનિષ્ઠા દ્વારા લખાયેલી છે. આ વાર્તામાં એક એવા યોદ્ધાનું વર્ણન છે જેણે કોઈ પ્રાચીન યુગમાં નહીં પણ આ આપણી 21મી સદીમાં કેટલાય યુદ્ધોમાં જીત અપાવી છે. આશા છે કે થોડા રહસ્યથી ભરેલ આ વાર્તા કે જેમાં કલ્પનાઓ ની બદલે વાસ્તવિકતાઓ આપેલી છે , આપને પસંદ આવશે. આ વાર્તા લખવાનો આશય એ ભૂલેલા યોદ્ધાના પરાક્રમોને યાદ કરવા પૂરતો જ છે.