તમારી લાઇફ એક ટ્રેનની જેમ નોર્મલ ચાલતી હોય અને એમાં જો અચાનક મોટો વળાન્ક આવી જાય તો તમને એ વળાન્ક અને એ રસ્તો જિંદગીભર બરાબર યાદ રહી જાય. મારી સાથે પણ આવુ જ કંઈક થયેલું. આજે જૈલમાં ચાર વર્ષ એક ખૂની તરીકે વિતાવ્યા પછી ઘણું બધું આંખો ની સામે અશ્રુ બનીને આવી જાય છે. આજે પણ યાદ છે મને એ દિવસ જયારે એક પ્રેમની જીત થઈ હતી અને બેવફાઈ ની હાર. હું માત્ર 20 વરસની હતી જયારે મારી પર 4 ખૂન નો કલંક લાગી ગયો હતો. આવા અનેક વિચાર કરતા કરતા જ હું બહુ ભૂતકાળમાં ચાલી ગઈ.....