નોખી માટીનો માનવી

(41)
  • 5.2k
  • 6
  • 760

નોખી માટીનો માનવી લેખક : વિકી ત્રિવેદી #GreatIndianStories આ વાર્તા છે એક એવા વ્યક્તિની - ગુજરાતના એક એવા પુત્રની જેના માટે ન માત્ર આપણને ગર્વ જ થાય પણ પ્રોત્સાહન મળે! આ વાર્તા છે એક એવા હીરોની વાસ્તવિક કહાની જેને ભાગ્યે જ લોકો આજે ઓળખે છે. નામ : ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર જન્મ : ઓગસ્ટ 1863 અવસાન : જુલાઈ 16, 1920 ટૂંકમાં પરિચય : ત્રિભોવનદાસ ગજ્જર સુરતમાં એક સુથાર પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાજી સ્કલ્પચર આર્ટીસ્ટ હતા. મેટ્રિક સુધી ત્રિભોવનદાસે પિતાજી પાસેથી જટિલ કોતરણી કામ શીખ્યું અને પરંપરાગત કળાઓનું જ્ઞાન મેળવ્યું. એ પછી તેમને સાયન્સમાં રસ પડ્યો