પ્રતિક્ષા - ભાગ - ૫

(177)
  • 5.9k
  • 8
  • 2.1k

ઉર્વીલ ચુડા મનસ્વીના ઘરે પહોંચી તો ગયો પણ તેનું મન હજી મુંબઈ રેવાના ઘરે જ હતું. મયુરીબેન સતત ઉર્વીલને કઇંક ને કઇંક કહે રાખતા હતા પણ ઉર્વીલ ના લાખ કોશિશ કરવા છ્તાં પણ તેના કાને કોઈ શબ્દો પડી રહ્યા નહોતા.તેના મગજમાં ચાલી રહેલા તોફાનને શાંત કરવાના તે રસ્તા શોધતો જ હતો ત્યાં ચાની ટ્રે લઈને જાંબુડી સાડીમાં સુશોભિત મનસ્વી ઉર્વીલની સામે આવી. એક ક્ષણ પૂરતું તેનું ધ્યાન તેની તરફ ગયું અને તેની સરખામણી મનોમન રેવા સાથે થઈ ગઈ. રેવા કરતાં મનસ્વી તદ્દન અલગ હતી. નાજુક નમણી સુંદર ડેલિકેટ છોકરી. જોતાંવેત ગમી જાય તેવો નાજુક ગોળ ચેહરો, નાની પણ ભાવવાહી સુંદર