રેડલાઇટ બંગલો ૩૦

(446)
  • 13.4k
  • 8
  • 8.3k

વિનયનું નામ સાંભળી અર્પિતા ચમકી. કોણ વિનય આ પેલા લાભુભાઇનો છોકરો. બહુ સીધો અને ભલો છે. સાચું કહું તો મને એ તારા માટે ગમી ગયો છે... હરેશભાઇની વાત સાંભળી અર્પિતા શરમાઇ ગઇ. તને પૂછ્યા વગર જ તારા માટે એને વાત કરી છે... શું અર્પિતા ફરી ચમકી. તને તો ખબર જ હશે કે ગામમાં વિનયની તોલે આવે એવો એકપણ છોકરો નથી. અને તું પણ ક્યાં કમ છે. આખા ગામમાં દીવો લઇને શોધવા જઇએ તો તારા જેવી સંસ્કારી અને ઘરેલુ છોકરી કોઇ નહીં મળે. હરેશભાઇની વાત સાંભળી અર્પિતાના દિલમાં એક ટીસ ઊઠી. જો કોઇને મારા ધંધા વિશે ખબર પડશે તો સંસ્કારી નહીં બદચલન અને ઘરેલુ નહીં બાજારુ છોકરી તરીકે ઓળખશે એની તમને ક્યાં ખબર છે...