હુ મૌલિક, એમ.એસ.સી ના ત્રીજા વર્ષ માં હતો. આ એ સમય ની વાત છે જ્યારે પ્રેમ શું હોય છે એની સમજ મને તો નઈ પડતી હતી પણ જેને પડતી એ પણ કેહવાથી ડરતા હતા. કોઈ ખુલ્લા દિલે કે મને પ્રેમ વિશે વાત પણ નઈ કરતા. આમ તો હું હોસ્ટેલ માં જ રેહતો પણ રેનોવેશન ના લીધે હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી. જેથી લાસ્ટ યર ફોય ના ઘરે રહીને પૂરું કરતો હતો. આમ પણ ફોય અને ફુઆ એકલાજ રેહતા હતા. એમને કોઈ સંતાન ન હતું સો એમને પણ મારી કંપની સારી લાગતી. એમ પણ કોલેજ ઘરથી ૫ કી.મી જ દૂર હતી.