કઈક ખૂટે છે!!! - (૦૭) મીઠાઈ

(13)
  • 3.3k
  • 1
  • 814

(૦૭) મીઠાઈ "મારો ચેતક તો એકદમ સીધો છે. એ ક્યારેય બીજા છોકરાને મારે જ નહી.... નક્કી પેલાએજ શરૂઆત કરી હશે...... તમે .....એને જરા કડક સજા કરજો...ફરી મારા ચેતક નું નામ ના દેવો જોઈએ...” ‘બસ’.... – વર્ગ શિક્ષિકા ની ગુસ્સો દબાવી નીકળી ગયેલી ઝીણી ચીસ. “તમે ચેતક ને બોલાવાદો. તમે ક્યાં સુધી એની ફરિયાદો લઇને સ્કૂલ માં આવ્યા કરશો? એને શીખવો કે મને જે-તે ફરિયાદ આવી ને કરે અને જુઓ બેન, આ ઉંમરે છોકરા તો લડે-ઝઘડે તમારે આવી નાની વાતો માં વચે પડી સ્કુલે આવી જવાની જરૂર નહી." “પણ મારો ચેતક તો સાવ ભોળો છે કઈ નહી બોલે એટલે મારે જ