‘રે, તુંહી!

(20)
  • 2k
  • 2
  • 582

પરંતુ જેવા, બેચરભાઈ, તમે ઓફિસ બહાર જોડામાં પગ નાખવા જતા હતા, ત્યાં તો અલ્લાહના નેક બંદા એવા ભલામિયાં સાહેબને શું સૂઝ્યું કે તમને પાછા બોલાવી લીધા અને વકીલાતનામામાં તમારી સહી કરાવી લીધી હતી. તમે જ્યારે કેસની ફી વિષે પૂછ્યું ત્યારે તેમણે વળી પાછા હસતાં હસતાં અગાઉની જ વાતને બીજા શબ્દોમાં દોહરાવી હતી કે ‘તેઓ ભગવાનના માણસની ફી લેશે નહિ આમ છતાંય, જો કેસ જીતાય તો શાબાશી અને કેસ હારી જવાય તો માફીની આશા પોતે જરૂર રાખશે!’