ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 8

(24)
  • 3k
  • 3
  • 805

શું થયું હશે? આ એક માત્ર નશો જે કદાચ અત્યંત વિનાશકારી નીવડશે? માઈકલની એક સામાન્ય ભૂલ, જે સદનસીબે નિકોલે સમયસર સુધારી લીધી. થોડીક બેચેની બાદ, જે કેટલીક મીનીટો સુધી જળવાઈ રહી હતી, કેપ્ટન સહુથી પહેલાં સ્વસ્થ થયો અને તેણે તરતજ પોતાનું ભાન એકત્ર કરી લીધું. જો કે તેણે માત્ર બે કલાક અગાઉ જ નાસ્તો કર્યો હતો, તેમ છતાં તેને ભૂખ લાગી રહી હોવાનો અનુભવ થયો જાણેકે તેણે ઘણા દિવસોથી કશું ખાધું જ ન હોય. તેના પેટથી માંડીને મન બધુંજ અત્યંત ઉત્તેજીત થઇ રહ્યું હતું. તે ઉભો થયો અને તેણે માઈકલ પાસેથી વધારાના ભોજનની માંગણી કરી. માઈકલ કોઇપણ વિવાદ કર્યા વગર ઉભો થયો, તેણે કોઈ જવાબ પણ ન આપ્યો.