ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 15

(13)
  • 3.1k
  • 5
  • 1.3k

“હા. આવો પાછાં ક્યાંક બહાર જમવા ના જતાં રહેશો.” જાનકીના ઠંડા પ્રતિભાવથી અક્ષર જરા મૂંઝાયો. પણ ફોન મૂકીને પરીને ફોન કર્યો. પરીએ ફોન ઉપાડીને કહ્યું, “ભાઈ પિક્ચરમાં નથી?” “ના, પણ તું ક્યાં છે?” “મારું શૂટિંગ હમણાં જ પત્યું. પ્રિયંકા મેમ અને અલયને મૂકવા જઈશ. હોલિવૂડ સ્ટ્રિટના આપણા ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં..’ “હું અને રૂપા આવીએ છીએ. રાહ જોજે.” “ભલે.. પણ પ્રિયંકા મેમ અને અલય થાક્યાં છે.” “હું તો રૂપાના હીરોને મળવા આવું છું. કયા એપાર્ટ્મેન્ટમાં છે?” “રૂપાને ખબર છે કૅન્ટીનની બાજુનો એપાર્ટમેન્ટ..” “ભલે.” થોડા ડ્રાઇવ પછી પરીનો ફોન આવ્યો. તે પહોંચી ગઈ હતી. અને કેટલે દૂર છો? અક્ષર કહે, “હજી દસેક મિનિટ લાગશે. ત્યાં સુધીમાં ફ્રૅશ થઈ જાવ.”