કઈક ખૂટે છે!!! - (૦4) ત્રિકોણ

(11)
  • 2.9k
  • 6
  • 1.3k

(0૪) ત્રિકોણ “શિક્ષણ થી રાજકારણ દૂર રાખવું જરુરી છે. સરકારી કાર્યક્રમો ને શિક્ષણ સાથે ન સાંકળવા. સમય – શ્રમ – માનવ કલાક નો વ્યય થાય છે. હું તો કહું છું કે વસતી ગણતરી,ઈલેક્શન ડ્યુટી, અને બુઉથ લેવલ ઓફિસર – બી.એલ.ઓ. ની જવાબદારી પણ શિક્ષકો પાસેથી લઇ લેવી જોઈએ.....” ભાષણ લાંબુ હતું,પણ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લેવાયું.નીડર અને સ્પષ્ટ વક્તા ગણાતા પટેલ સાહેબ આચાર્ય-સંમેલન માં ગરજી રહ્યા હતા. અને શિક્ષણ મંત્રી સહિત બધા મંચસ્થ મહાનુભાવ સાંભળી રહ્યા હતા. દરેક મુદ્દા પર ખુબ ઝીણી સમજાવટ રજુ કરતા મોતીભાઈ પટેલ સાહેબ પુરા આત્મ વિશ્વાસ થી ચાળીસ મિનીટ બોલ્યા. પણ એમના ભાષણ ના