રેડલાઇટ બંગલો ૨૭

(438)
  • 15.1k
  • 13
  • 9.5k

રચનાએ અર્પિતાના પગમાંથી હીલવાળા ચંપલ કાઢ્યા અને વીણાએ લાવેલી કીટમાંથી ટ્યુબ લગાવી માલીશ કરી. રાજીબહેને રૂ લઇ અર્પિતાનો ચહેરો સાફ કર્યો અને લોહી ટપકતું હતું ત્યાં દવા લગાવી. અર્પિતા પાસે લોહીનો વેપાર કરાવતા રાજીબહેન જાણે તેની સાથે લોહીનો સંબંધ હોય એટલી લાગણીથી વર્તી રહ્યા હતા. એ જોઇ રચનાને નવાઇ લાગી રહી હતી. અર્પિતા થોડી સ્વસ્થ થઇ. રચના અને રાજીબહેને સાથે જ પૂછ્યું: આ કેવી રીતે થયું... અર્પિતા તૂટેલા અરીસા તરફ જોવા લાગી. બંનેની નજર અર્પિતા જ્યાં પડી હતી ત્યાં ગઇ. કાચના અનેક ટૂકડા પડ્યા હતા. રાજીબહેનને થયું કે તેમનું સપનું આ કાચના ટુકડા જેવું ચકનાચૂર ના થાય તો સારું. આજની અર્પિતાની કોલેજક્વીન સ્પર્ધામાં જીત જરૂરી હતી. તેના પર કોલેજક્વીનનું લેબલ લાગી ગયા પછી તે ગ્રાહકો પાસે વધુ ભાવ લઇ શકવાના હતા.