બાજીગર - 13

(264)
  • 12k
  • 12
  • 5.6k

નાગપાલ તથા ઇન્સ્પેકટર વામનરાવ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં બાજીરાવના કેસ અંગે ચર્ચા કરતા બેઠા હતા. ‘હું અંદર આવી શકું છું સાહેબ...?’ સહસા ઓફિસના પ્રવેશદ્વાર તરફથી એક નરમ અને શિષ્ટાચારભર્યો અવાજ આવ્યો. બંનેએ ચમકીને દ્વાર તરફ જોયું. દ્વાર પર આશરે છવીસેક વર્ષનો કોમળ તથા આકર્ષક ચહેરો ધરાવતો એક યુવાન ઉભો હતો. એણે ખાદીનું સફેદ પેન્ટ તથા ખાદીનો ઝભ્ભો પહેર્યો હતો. આગંતુક કોઈક કલાકાર છે એવું અનુમાન નાગપાલે તેના ચહેરા અને પહેરવેશ પરથી કર્યું. ‘આવો મિસ્ટર...’એણે તેને આવકાર આપતાં કહ્યું. આગંતુક યુવાન અંદર પ્રવેશીને તેમની નજીક પહોંચ્યો. ‘ફરમાવો મિસ્ટર...!’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા કહ્યું.