અંતર ભીંજે અનરાધાર - ડો સુધા મહેતા - દંડ

  • 2.9k
  • 5
  • 460

                            દંડમારી બાજુમાં આવેલી પેશન્ટને બેસવા માટેની ચેર પર બેઠેલી પેશન્ટને તો હું ઓળખી ન શકી. આશરે પાંત્રીસેક વરસની વયની લાગતી તે યુવતીનો જમણી તરફનો અડધો ચહેરો જાણે કોઈએ ચેપી નાંખ્યો હોય તેવો છુંદાયેલો હતો. જમણી આંખ અને તેની નીચે છેક ગાલ સુધી ટાંકા અને અંશત: રુઝાયેલા જખમોનાં વરવા નિશાન હતા.માથા પરનાં વાળ મુંડન કરાવ્યા બાદ ઊગ્યા હોય તેવા ટૂંકા અને ખરબચડા હતાં. માથા પર સ્કાર્ફ બાંધીને આ બધી ભયાનકતાને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સામે બેઠેલા પેશન્ટના સાસુ અને હસબન્ડને તો હું તરત જ ઓળખી ગઈ.