રેડલાઇટ બંગલો ૨૫

(417)
  • 13.5k
  • 11
  • 8.8k

વાહ! તું તો હીરોઇન જેવી લાગે છે. તારે તો હીરોઇન બનવાની જરૂર હતી. અર્પિતા વીણાને પહેલી વખત એક નવા જ રૂપમાં જોઇ રહી હતી. રોજ એક કામવાળીના વેશમાં જોયેલી વીણા અને આજે સ્કર્ટ અને ટોપમાં ઊભેલી વીણા અલગ જ લાગતી હતી. અર્પિતાના વખાણથી વીણા ખુશ થઇ ગઇ પણ તેના ચહેરા પર અફસોસની એક રેખા વીજરેખાની જેમ ચમકી ગઇ એ અર્પિતાની કાતિલ નજરની બહાર ના રહ્યું. અર્પિતાને વીણાએ થોડા સમય પહેલાં કહેલા શબ્દો યાદ આવી ગયા. બેન, હું પણ મારી સુંદરતાને લીધે જ અહીં આવી હતી. પણ રસોઇ અને કામકાજમાં હોશિયાર હતી એટલે એમની સહાયક જેવી બની ગઇ. અર્પિતાને થયું કે બધી છોકરીઓને તેમની સુંદરતા જ તેમને આ નરકમાં ખેંચી લાવે છે. રાજીબહેન વર્ષોથી છોકરીઓને ફસાવી રહ્યા છે. હવે રાજીબહેનને એવી ફસાવીશ કે તેણે જાતે બધાંને આ બંધનમાંથી મુક્ત કરવા પડશે. એ સમય હવે બહુ જલદી આવશે. અર્પિતાને થયું કે મોકો છે તો વીણાની કહાની જાણી લેવી જોઇએ. તેની પાસેથી રાજીબહેન વિશેની કોઇ મહત્વની બાતમી મળી શકે છે.