છોકરાઓ તો બહુ જોયા છે, એની એક જલક ને જોવા તરસતા, એની બુદ્ધિ થી અભિભૂત થતાં, બે ઘડી વાત કરવાના પ્રયાસ કરતાં, એક વખત કોફી પીવાને મથતા અનેક કાયલ છોકરાઓ તેણે જોયા છે પણ લાગણીઓ ને પેલે પાર જઈને, તેની અંદર ની બધી તકલીફો ભુલાવી, બહુ મેચ્યોરિટી થી તેને સમજાવી તેનું ખિલખિલાટ હાસ્ય અકબંધ રાખતા, દૂર રહીને પણ તેની દિવાનગી નું માન જાળવતા, રૂઠે તો એક બુંદને પણ તરસાવી જતાં અને રીજે તો નખશિખ ભીંજાવી જતાં પુરુષ ની તલાશ તો ઉર્વિલ સુધી આવીને જ પૂરી થાય છે. ઉર્વિલ જ રેવા ની તલાશ નો અંત હતો કહાન