બાજીગર - 10

(146)
  • 9.4k
  • 5
  • 5.2k

રાજનારાયણના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા. એના તથા વીરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કાશીનાથે જ કર્યા હતા. કિરણ છેવટ સુધી પોતાના નિર્ણય પર અડગ રહી હતી. એણે રાજનારાયણનું મોં ન જોયું તે ન જ જોયું. પરંતુ સુધાકરનું ઉપેક્ષાભર્યું વર્તન તેનાથી સહન નહોતું થતું. એણે તેની નારાજગીનું કારણ તથા પોતાની ભૂલ શોધવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ એમાં તેને સફળતા નહોતી મળી. છેવટે એની સહનશક્તિની હદ આવી ગઈ. નવમે દિવસે તે સુધાકરની બહેન મંદાકિની પાસે ગઈ અને તેને સુધાકરની વર્તણુક વિશે બધી હકીકતથી વાકેફ કરી. ‘આ તું શું કહે છે કિરણ...?’ એની વાત સાંભળ્યા પછી મંદાકિનીએ આશ્ચર્યથી પૂછ્યું.