ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 5

(28)
  • 4.2k
  • 2
  • 1.1k

આ ખુલાસો માથે વિજળી તૂટી પડી હોય એ રીતે સામે આવ્યો. ગણતરીમાં આવી ભૂલ થશે એવી તો આશા પણ કોણે રાખી હોય? બાર્બીકેન તો માની જ શકતા ન હતા. નિકોલે આંકડાઓને ફરીથી તપાસ્યા હતા અને તે બરોબર હતા. આંકડાઓને નિશ્ચિત કરનાર દાખલા પર શંકા કરવાનો કોઈજ મતલબ ન હતો એ સત્ય હતું કે તટસ્થ બિંદુ પર પહોંચવા માટે ગોળો છૂટે ત્યારે તેની પહેલી સેકન્ડે જ તેની ગતિ સત્તર હજાર યાર્ડ્ઝની હોવી જરૂરી હતી. ત્રણેય મિત્રોએ એકબીજા તરફ મૂંગા મોઢે જોયું. નાસ્તાનો કોઈજ વિચાર આવી રહ્યો ન હતો. ભીડાયેલા દાંત સાથે, ભેગી કરેલી ભ્રમરો સાથે અને બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેરવીને બાર્બીકેન બારીની બહાર જોઈ રહ્યા હતા. નિકોલ અદબ વાળીને પોતાના આંકડાઓ તપાસી રહ્યો હતો. માઈકલ આરડન ગણગણી રહ્યો હતો: “તમે આ બધું વૈજ્ઞાનિકો જેવું જ કરી રહ્યા છો તે લોકો બીજું કશુંજ ન કરે. મારો દાવો છે કે જો કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના આંકડાઓમાં બાળકો જેવી ભૂલો ન મળે તો હું વીસ પિસ્તોલને મારા પગ નીચે કચડી નાખવા માટે તૈયાર છું.”