આજે સવારથી જ રીમા ગુસ્સામાં હતી. સવાર જ જાણે ખરાબ મૂડ સાથે પડી હતી. તોય રોજ ની દિનચર્યા માં તો લાગવું જ પડે ને, એમ વિચારીને મગજ જરાક શાંત કરીને રસોડામાં જાય છે, એની અને એના હસબન્ડની ચા બનાવવા. હજી તો ચા બનાવા માટે તપેલી લેવા ખાનું ખોલ્યું, અને સાસુમા એ પૂજાના રૂમમાંથી બૂમ પાડી. 'અરે, ચા ની તપેલી ત્યાં પેલા ખાનામાંથી લેજે!' આમ તો રોજ આ જ વસ્તુ સાંભળવા અને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢવા ટેવાયેલા કાન આજે બીજા કાનથી બહાર કાઢવાનું ભૂલી ગયા, અને વાત છેક મગજ સુધી પહોંચી ગઈ. અને