અત્યારના અલ્ટ્રામોર્ડન આધુનિકયુગ માં જ્યાં યુવક - યુવતી પોતાના મનપસંદ ગમતા પાત્ર સાથે મેરેજ કરે છે. એવા જમાનામાં ગામડાની એક યુવતી અને શહેરના યુવક ના માં-બાપ દ્વારા નક્કી કરાયેલા લગ્ન માત્ર એકબીજાની તસ્વીર જોઈને થાય છે અને એકબીજા થી અજાણ એવા નવદંપતિને લગ્નની પહેલી રાત્રે અનુભવાતી મુંઝવણ અને ડર .જેમાં તસ્વીર જોઈને યુવતીને થતો પ્રેમ અને એ ખોવાઈ જવાનો ડર અને એ પ્રેમ ને રજૂ કરતો પહેલો પ્રેમ પત્ર. મારા પ્રિય, અસમંજસ માં છુ કે તમને ક્યાં નામથી બોલવું. અમારામાં પતિનું નામ નથી બોલાતું અને જે રીતે મારા મમ્મી મારા પપ્પાને સેતુના પપ્પા કહી બોલાવે તેમ પણ ના બોલાવી