ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 3

(35)
  • 4.6k
  • 3
  • 1.6k

આ વિચિત્ર પરંતુ સંપૂર્ણ સત્ય એવા ખુલાસા બાદ, ત્રણેય મિત્રો તેમની નિદ્રા તરફ પરત વળ્યા. શું તેમને એક શાંત અને ઉપયોગી જગ્યા મળી ઉંઘવા માટે? પૃથ્વી પરના આવાસો, નગરો, કોટેજો અને દેશને એ તમામ આઘાતનો અનુભવ થયો જેણે તેમને પૃથ્વીની બહાર મોકલ્યા હતા. સમુદ્રમાં મોજાઓ ઉછાળતા વહાણો હજી પણ વહી રહ્યા હતા, હવામાં વિમાનો અલગ અલગ સ્તરે વિવિધ અંતરે થરથર કાંપી ગયા હતા. માત્ર આ ગોળો જ વ્યવસ્થિત અવકાશમાં ઉડી રહ્યો હતો, વ્યવસ્થિત શાંતિની વચ્ચે, જે વ્યવસ્થિત આરામ આપી રહ્યો હતો. આમ શૂરવીર પ્રવાસીઓની નિંદ્રા કદાચ અચોક્કસ મુદ્દત સુધી લંબાઈ જાત જો તેમને બીજી ડિસેમ્બર, એટલેકે તેમની વિદાય બાદના આઠ કલાક બાદ, સવારે સાત વાગ્યે એક અનપેક્ષિત અવાજે તેમને જગાડી દીધા ન હોત તો.