ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 9

(20)
  • 3.9k
  • 3
  • 1.3k

સદાશિવ જ્યારે ઘરે પહોંચ્યો તેજ સમયે રૂપા પણ પહોંચી…બંને ગાડી ખાલી થઈ. પ્રિયંકા અને પદ્મજા બંને ને ગુલાબ આપી રૂપા પગે લાગી ત્યારે પ્રિયંકા લગભગ રૂપાને ભેટી જ પડી..ભાભી તું તો ફોટા કરતા રૂબરુમાં વધારે સરસ લાગે છે. અક્ષરનું તો ભાગ્ય જ ખુલી ગયું.રૂપા પ્રિયંકાનાં વર્તાવથી ખૂબ સંકોચાઇ અને તરત જ પરિ પાસે પહોંચી ગઈ.તે પણ સરસ સજ્જ થઇને બેઠી હતી.