અધૂરી મિત્રતા

(23)
  • 3.5k
  • 9
  • 1.1k

          ઉમા, એક સરળ અને સુંદર છોકરી. સુંદર નહિ બહુ જ સુંદર. સુંદરતા ખાલી એના તનમાં નહીં એના મનમાં પણ. એટલી બધી ચંચળ, મસ્તીખોર અને હસમુખી. અમે કાંઈ બહુ જૂના મિત્રો નહોતા. અમે મળ્યા અમારા હનીમૂન ની કપલ ટુરમાં. એ ટુરમાં લગભગ દસેક કપલ હતાં. પણ તે બધામાં આ કપલ કાંઇક અલગ જ હતું. ઉમા અને હેમાંગ. બન્નેનો સ્વભાવ ખૂબ જ મળતાવડો. બન્ને ખૂબ જ હસમુખ પણ ખરા. બેઉ ને જોઇ ને જોનાર ને એમ જ લાગે કે જાણે બેઉ જણ એકબીજા માટે જ સર્જાયા છે. બંને ને વાતો કરવા પણ બહુ જ જોઈએ. અને એમ