ન કહેવાયેલી વાત ભા.3

(26)
  • 3.3k
  • 3
  • 1.2k

ન કહેવાયેલી વાત ભા.3 તરૂલતા મહેતા આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને ,બે (ભૂત અને વર્તમાન)કાળને ,બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં પર્ફેફ્ટ પત્ની અને મોમ નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. દર્દ ન જાને કોઈ વાર્તામાં ડાયરીના પાનામાં મારી કિશોરાવસ્થાનો કરુણ પ્રેમપ્રસંગ સૂકાયેલા લોહીના ડાધના સ્વરૂપે હતો પણ મારા હદયના પેટાળમાં ભારેલા અગ્નિરૂપે હતો.જે મારા સોળવર્ષના દીકરાના જીવનમાં પુનરાવર્તન પામતા જાણે આગ બની અમારા કુટુંબને દઝાડી રહ્યો હતો.પ્રેમનો પ્રથમ સ્પર્શ, બે થરકતા હાથની આંગળીઓની ગરમ લોહીની દોડ અને કંપતા હોઠની ભીનાશ જીવનને નવો જ અર્થ આપી દે છે એમ કહો કે જાણેલા બધા અર્થ,મૂલ્યો,સમજ શરીર પરથી રેશમી વસ્ત્રની જેમ સરી જાય છે. મારા પ્રથમ પ્રેમના કરુણ રકાસથી મારું મન જીવનભર દુભાયેલું રહ્યું હવે . હું મારા દીકરાની પડખે રહીશ ,કોણે કર્યું કેમ કર્યું તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ન કહેવાયેલી વાતઃ માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે ,ક્રોધ ઊપજાવે ,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં ધરજું છુ.