જો, રવિકુમાર તને તૈયારી કરાવી જ રહ્યા છે એ જનરલ નોલેજના પ્રશ્નો સૌથી છેલ્લે આવશે. સૌપ્રથમ આપણે પરિચય આપવાનો. પછી કેટવોક કરવાનું. કોઇ એક ગીત પર ડાંસ કરવાનો. અને બે-ત્રણ અલગ-અલગ ડ્રેસ પહેરીને અદા બતાવવાની. બસ બીજું શું કરવાનું રચનાને મન આ સ્પર્ધા સરળ હતી. પણ અર્પિતાએ તેને ચેતવી: મેં જાણ્યું છે કે આ વખતે છ-સાત છોકરીઓ નામ નોંધાવી ચૂકી છે. અને એમાંથી બે-ત્રણને તો મોડેલીંગમાં રસ છે એટલે બહુ મહેનત કરી રહી છે. વળી એ પૈસાદારની છોકરીઓ છે. તેમને ટક્કર આપવાનું સહેલું નહીં હોય. તું ચિંતા ના કરતી. રાજીબહેન આપણા પર પાણીની જેમ પૈસા ખર્ચશે. અને રવિકુમારની મદદ મળવાની જ છે. રચનાને રાજીબહેન અને રવિકુમાર પર ભરોસો હતો. રચના ગઇ એટલે અર્પિતાએ મોબાઇલ હાથમાં લીધો. અને કોઇની સાથે વાત કરીને મનોમન ખુશ થઇને બોલી: કોલેજક્વીન સ્પર્ધામાં આ વખતે મજા તો આવશે!