બાજીગર - 3

(249)
  • 17.9k
  • 7
  • 10.8k

શેઠ ધરમદાસ...! વિશાળગઢનો ખ્યાતનામ ઉદ્યોગપતિ...! ધરમદાસ પોતાની ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની શાનદાર ઓફિસની રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ધરમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ કેમીકલ બનાવવાની ત્રણ મોટી ફેકટરીઓ ચાલતી હતી અને તેમાં બે હજાર મજુરો જુદીજુદી શિફ્ટમાં કામ કરતા હતા. ‘સર...! સહસા એક ચપરાસી તેની ઓફિસમાં પ્રવેશી બોલ્યો. ચાપ્રશીના અવાજથી ધરમદાસનું ધ્યાન ભંગ થયું. એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ચપરાસીએ આગળ વધીને એક ખાખી રંગનું કવર તેની સામે ટેબલ પર મૂકી દીધું. ‘શું છે ?’ ‘સર, એક માણસે આ કવર આપને પહોંચાડી દેવાની સુચના આપી હતી.’ ‘ઠીક છે...તું જા...’