કચ્છની ધીંગી ધરા પર એક એવું યુધ્ધ થયેલું કે જે પછી કચ્છનું ઈતિહાસ અને કઈક અંશે ભૂગોળ બદલાઈ ગયો. એ યુદ્ધ એટલે કચ્છની પશ્ચિમ સીમા એ લડાયેલ ઝારાનું યુદ્ધ જે સદીઓ સુધી ભૂલી શકાય એમ નથી કેમ કે કચ્છ એ યુદ્ધમાં બધું ગુમાવી દીધું હતું અને છતાં જીતી ગયું હતું.