અન્યાય - 13

(184)
  • 7k
  • 11
  • 3.7k

દિલીપે મહારાજા રોડ પર આવેલા અજયના બંગલા ‘નિશા કોટેજ’ ના કમ્પાઉન્ડમાં પોતાનું મોટર-સાયકલ ઉભું રાખ્યું. પછી આગળ વધી, મુખ્ય ઈમારત પાસે પહોંચીને એણે ડોરબેલ દબાવી. જવાબમાં થોડી વાર પછી બારણું ઉઘડ્યું અને સ્થૂળ દેહધારી મનોરમાનાં દર્શન થયાં. ‘મિસ્ટર અજયને કહો કે હું તેમને મળવા માંગું છું.’ દિલીપે કહ્યું. ‘આવો...’ મનોરમા એક તરફ ખસતાં બોલી. દિલીપ અંદર દાખલ થયો. એને ડ્રોઈંગરૂમમાં બેસાડીને મનોરમા અંદરના ભાગમાં ચાલી ગઈ. બે મિનિટ પછી તે પછી ફરી. ‘ચાલો...સાહેબ આપને પોતાની રૂમાં જ બોલાવે છે.’ એણે કહ્યું.