“અરે, તું જરાય નિરાશ થાતો નહીં. ઉપરવાળા પર વિશ્વાસ રાખ. જો તારી ચાહત સાચી હશે તો તને એ જરૂર મળશે. અને કોને કીધું આપણે કોશિશ મૂકી દીધી.. આખી દુનિયા ફેંદી નાખીશું ક્યાંક તો હશે ને !!” અમનના શબ્દોએ પ્રિયાંશમાં નવી આશાનો સંચાર કર્યો. બંને જવા માટે ઊભા થયાં. એ સવાલ હજુ પણ પ્રિયાંશના હૃદયમાં ગુંજ્યા કરતો હતો, “ફરી મળીશ ને.. ”