સંતોષકુમાર સરદાર જયસિંહ રોડ પર આવેલા પોતાના બંગલામાં દાખલ તઃયો. બિહારીના મૃત્યુથી તેને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો. સ્નાનાદિથી પરવારીને તે બહાર જવાની તૈયારી કરવા લાગ્યો. ‘ટ્રીન...ટ્રીન...’ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. જાણે એ ટેલિફોન નહીં, પણ કાળો ભોરીંગ હોય તે રીતે એણે તેની સામે જોયું.’ ‘હલ્લો… સંતોષકુમાર સ્પીકિંગ...!’ આગળ વધીને રિસીવર ઉંચકતાં એણે કહ્યું.. ‘મને ખબર છે સાલ્લા કમજાત...!’ સામે છેડેથી કોઈકનો ભારે ભરખમ, બેહદ ઠંડો પણ ક્રૂર અવાજ એના કાને અથડાયો.