રેડલાઇટ બંગલો ૧૬

(479)
  • 16.8k
  • 9
  • 10.4k

અર્પિતાને ફરીથી આવેલી જોઇ રવિકુમારના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો હોવાથી તેમના ચહેરા ઉપર ખુશીનો ગુલાલ ઉડ્યો હતો. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે તેમની અપેક્ષા વગર એ જઇ પહોંચી હતી એટલે વધુ ખુશ હતા. સોરી સર, તમને હેરાન કરું છું... એમાં હેરાન શું થવાનું બોલ કેવો રહ્યો પહેલો દિવસ રવિકુમારે ઔપચારિક પ્રશ્ન પૂછ્યો. બહુ જ સરસ! કોલેજ ગમી ગઇ છે. આ તો છેલ્લો પિરિયડ ફ્રી હતો એટલે થયું કે આ મહિને જ કોલેજ ક્વીન સ્પર્ધા છે એના માટે તમારું માર્ગદર્શન મેળવી લઉં. જરૂર હું તને ગાઇડ કરીશ. તું કોલેજક્વીન બનવા માટે પૂરી લાયકાત ધરાવે છે... રવિકુમારે તેના આખા શરીર પર નજર નાંખી કહ્યું. મારે તો તમારા દિલની રાણી બનીને રાજીબહેનને રંડી બનાવવી છે... એવા શબ્દો તેના મોં ઉપર આવી ગયા. પણ તે હસીને બોલી: સર, પ્રયત્ન તો બધા જ કરીશ. તમારો સાથ હશે તો હું જરૂર કોલેજક્વીન બનીશ. હા હા કેમ નહીં. તું મને મળતી રહેજે... રવિકુમારને અર્પિતાનું સાન્નિધ્ય મળવાની ખુશી હતી.