અન્યાય - 9

(188)
  • 7.6k
  • 12
  • 3.6k

નાગપાલની કાર વિશાળગઢના આલિશાન રાજમાર્ગ પર દોડતી હતી. કાર દિલીપ ચલાવતો હતો અને નાગપાલ તેની બાજુમાં બેઠો હતો. ‘અંકલ...!’ દિલીપે પૂછ્યું. ‘તમે બિંદુને મળ્યા હતા ’ ‘હા...’ ‘કંઈ જાણવા મળ્યું ’ ‘હા...જે રાત્રે શશીકાંતનું ખૂન થયું, એ રાત્રે તે એની સાથે જ હતી.’ ‘તો પછી એણે આ બાબતમાં પોલીસને શા માટે જાણ નહોતી કરી ’ ‘પોલિસ નાહક જ પોતાને હેરાન કરશે એવો ભય તેને લાગતો હતો.’ નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો, ‘એ શશીકાંતનું ખૂન થયા પહેલાં જ ચાલી ગઈ હતી.’