ખીલને હટાવો ખીલખીલાટ હસો

(52)
  • 6k
  • 14
  • 1.5k

હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે. અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે. ખીલ માટે ચહેરાની નિયમિત સફાઇ કરો. ખીલને સ્પર્શ ન કરશો તેમજ તેને ફોડતા નહીં. ખીલ ફોડવાથી ડાઘા રહી જતા હોય છે. રોજિંદા આહારમાંથી તીખા, તળેલા, મસાલાનું પ્રમાણ નહીંવત કરી નાખશો. ફળ તેમજ લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દેશો. રાતના સૂતી વખતે ત્રિફલા ચૂરણ ફાકવાનું રાખો. કોઇ પણ ક્રીમ વાપરશો નહીં. મહત્વનું છે કે કબજિયાત થાય નહીં તેનું વિશેષ ધ્યાન રાખવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, આવી સમસ્યાથી પિડાતા લોકો ડર્મિટોલોજિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લઈ તથા મોંઘીદાટ ક્રિમ લગાવી લગાવીને થાકી ગયા હોય તો પ્રાકૃતિક ઉપાયોથી ખીલ અને તેના ડાઘથી છુટકારો મેળવી શકે છે. આ માટે નિષ્ણાતોએ સૂચવેલા ઉપાયો ઘણા છે. ધીરજ રાખવાથી તમને અનુકૂળ એવો કોઇને કોઇ ઉપાય જરૂર કામ કરી જશે. નિષ્ણાતના માર્ગદર્શનમાં આ ઉપાયો વધુ સારું પરિણામ આપી શકે છે. તમે ખૂબ જ ઝડપથી ખીલ હટાવી એકદમ સાફ, બેદાગ ચમકીલો ચહેરો પામી શકશો. અને તમે તણાવ વગર આત્મવિશ્વાસ સાથે ખીલખીલાટ હસી શકશો.