ગીતામંથન - 10

  • 2.6k
  • 1
  • 1k

શ્રીકૃષ્ણ બોલ્યા : “પ્રિય સુહ્રદ, હવે આ લાંબા સંવાદનો અંત લાવવાનો વખત થયો છે. થોડીક ક્ષણો પછી ઘોર યુદ્ધનો આરંભ થશે. તે માટે મારાં સઘળાં વચનોનું તાત્પર્ય ગ્રહણ કરી લે. “અર્જુન, જે પરમાત્માથી આ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થયેલી છે અને એમની ક્રિયાઓ ચાલે છે, અને જે પરમાત્મા આ સર્વ વિશ્વમાં વ્યાપી રહેલો છે, તેનું પૂજન પોતપોતાના સ્વભાવસિદ્ધ ધર્મનું યોગ્ય રીતે આચરણ કરવામાં જ સમાય છે. સ્વધર્માચરણ એ જ પરમેશ્વરનું પૂજન, સ્વધર્મભ્રષ્ટતા એ જ એની અવગણના છે.