ગીતામંથન - 9

  • 3.9k
  • 1
  • 1.6k

અર્જુન વિચારમાં પડી ગયો. એણે કહ્યું : “શાસ્ત્રોને તો વિદ્વાનો જ જાણતા હોય છે, અને તેઓયે જાણતા હોય છે કે કેમ તે શંકા છે. કારણ, શાસ્ત્રોમાં મતો હોય છે અને શાસ્ત્રીઓ પણ એક જ શાસ્ત્રના જુદા જુદા અર્થો બેસાડે છે. ત્યારે માણસે કયા પુસ્તકને સચ્છાસ્ત્ર માનવું અને કયાને ખોટું શાસ્ત્ર માનવું?” આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા : “તારી શંકા દેખીતી રીતે ઠીક છે, પણ તું ધારે છે તેટલી તેમાં મુશ્કેલી નથી. કારણ કે વિવેક કરવાની શક્તિ મનુષ્યમાત્રમાં રહેલી છે, અને દરેક મનુષ્ય જાણ્યેઅજાણ્યે ઓછીવત્તી પણ એ શક્તિને વાપરીને સચ્છાસ્ત્ર તથા કુશાસ્ત્રનો ભેદ કરે છે જ. જેમ કે તપ અને દાન ત્રણ ત્રણ જાતનાં થાય છે. તેના ભેદો સાંભળ.