ગીતામંથન - 3

  • 3.8k
  • 1.4k

અર્જુને પૂછયું “એ રીતે યજ્ઞાર્થે કર્મ કરવાં, એટલે શું?” આ સાંભળી, જેમ કોઈ કુશળ આચાર્ય વિદ્યાર્થી આગળ શાસ્ત્રનું વિવરણ કરે તેમ, શ્રીકૃષ્ણ બોલ્યા : “કીડી-કીડાથી માંડી મનુષ્યસ્રુશ્ટિ સુધી કોઈયે પ્રાણીને પોતાના જીવનના નિર્વાહ માટે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કર્યા વિના ચાલતું જ નથી. સમજુ અને અણસમજુ માણસ, બંનેને પોતાના શરીરના નિર્વાહ માટે કર્મ કરવું જ પડે છે. જો સમજુ માણસ પણ કેવળ પોતાના જ નિર્વાહ માટે કર્મ કરીને બેસી રહે, તો સમજુ અને અણસમજુમાં ભેદ શો?