રેડલાઇટ બંગલો ૧૫

(489)
  • 16.8k
  • 14
  • 10.8k

અર્પિતા તૈયાર થઇને રચનાની રાહ જોતી હતી ત્યાં રચના આવી પહોંચી. અને એને જોઇને ખુશીથી ઉછળી પડી: વાવ! ક્યા બાત હૈ! વેરી બ્યુટીફુલ! આજે તો આખું કેમ્પસ તને જોવામાંથી ઊંચું નહી આવે. સારું છે કે આપણી ગર્લ્સ કોલેજ છે. નહીંતર આજે છોકરાઓ માટે તો એમ્બ્યુલન્સ જ મંગાવવી પડી હોત! તારું કાતિલ રૂપ તેમના હોશ ઊડાવી દે એવું છે. અર્પિતા મનમાં જ હસીને સ્વગત બોલી: તું જો તો ખરી કોના હોશ ઉડાવું છું તે... પછી રચના સામે હસીને બોલી: ચાલ હવે ચણાના ઝાડ પર ચડાવવાનું રહેવા દે. રચના કહે: બાય ગોડ! આ મોર્ડન કપડાંમાં તો તું બહુ સેકસી લાગી રહી છે. અને કોલેજમાં છોકરાઓ નથી પણ કોલેજ બહાર છોકરાઓ ઊભા હોય છે એની તને ખબર છે ને આજે તો તારા પર જ બધા લાઇન મારશે!