અન્યાય - 3

(228)
  • 9.5k
  • 10
  • 5.4k

‘દોસ્તો...’ અજય, એ ત્રણેય સામે જોઈ, ગળું ખંખેરીને બોલ્યો, ‘તમને જાણીને આનંદ થશે કે દસ લાખની વીશીમાં મારું નામ લખાઈ ગયું છે. ગઈ કાલે તેનો પહેલો હપ્તો હતો, પરંતુ મેં જાણે મને કંઈ પડી જ ન હોય અને માત્ર કમાણી ખાતર જ નામ લખાવ્યું હોય એ રીતે બોલીમાં ભાગ જ નહોતો લીધો. આ વીશીના સંચાલકનું નામ ભુજંગીલાલ છે. દસ લાખની આ વીશી પહેલા જ હપ્તે છ લાખ ઓછામાં એક માણસે ઉપાડી લીધી છે. એના હાથમાં ચાર લાખ રૂપિયા આવ્યા છે.