દાદાજી ની વાર્તા

(22)
  • 7.1k
  • 3
  • 1k

અનિકેત નાનો હતો ત્યારથી જ પોતાના દાદા નો ખુબ લાડીલો હતો. માતા- પિતા બંને કામ પર જતા હોવાથી તેને દાદા પાસે છોડીને જતા હતા .દાદી ના મૃત્યુ બાદ દાદા પણ અનિકેત ના સહારે જ પોતાની એકલતા દૂર કરતા હતા. અનિકેત રોજ રોજ દાદા ને અલગ -અલગ પ્રશ્નો પૂછતો હતો અને એના દાદા એને હંમેશા એક વાર્તા ના માધ્યમ થી જવાબ આપતા હતા. આજે અનિકેત એ દાદા ને પૂછ્યુ : દાદા આ સમુદ્ર ખારો કેમ હોઈ છે. મીઠો કેમ નહિ નદી જેવું એનું પાણી મીઠું હોત, તો કોઈ ને પાણી ની તકલીફ જ ના પડત. દાદા એ એને એક વાર્તા ના માધ્યમ થી જવાબ આપ્યો જે આપણે પણ નાનપણ માં સાંભળી જ હશે.