હવે પછી વિનયને ક્યારે અને કેવા સંજોગોમાં મળી શકાશે એ તો તે પણ જાણતી ન હતી. અર્પિતાએ ઝટપટ કપડાં પહેર્યા અને ડાંગ લઇને ઊભી થઇ. વિનય કહે: હું મૂકી જઉં અર્પિતા મીઠું હસીને બોલી: મારા વ્હાલમ, તું આખા ગામમાં ઢંઢેરો પીટાવવા માગે છે અહીં જ બેસી રહે. હું નીકળી જઉં પછી બહાર આવજે. અર્પિતા વિનયના ખેતરમાંથી નીકળી ગઇ અને સાવધાનીથી ઘરે પહોંચી ગઇ. સારું થયું કે મોડી રાત હતી એટલે રસ્તામાં કોઇ મળ્યું નહીં. વર્ષાબેને દરવાજો ખોલ્યો અને તેને જોઇ ચમક્યાં